કાબુલમાં આત્મઘાતી હુમલામાં 14નાં મોત

કાબુલમાં આત્મઘાતી હુમલામાં 14નાં મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે મૌલવીઓની એક સભા પાસે આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં 14 લોકોનાં મોત થયાં હતા. આ હુમલાના લગભગ એક કલાક પહેલાં જ મૌલવીઓએ આત્મઘાતી હુમલાઓને પાપ ગણાવ્યા હતા. પોલીસ અને અધિકારીઓએ કહ્યું કે આત્મઘાતી હુમલાખોરે કાબુલ પોલિટેક્નિક વિશ્વવિદ્યાલયના ગેટ પર લગભગ 11.30 વાગે પોતાની જાતને બોમ્બથી ફૂંકી મારી હતી. હુમલામાં 2 પોલીસકર્મીઓ સહિત બે લોકો ઘાયલ થયા હતા.