Xiaomiએ લોન્ચ કર્યો Mi Max 2

Xiaomiએ લોન્ચ કર્યો Mi Max 2

શાઓમીએ મોટી સ્ક્રીન સાથે Mi Max 2 લોન્ચ કરી દીધો છે. આની ખાસિયત માત્ર તેની ડિસ્પલે જ નહી પરંતુ તેની બેટરી પણ છે. આની બેટરી 53,00mAhની છે અને ફાસ્ટ ચાર્જિંગ માટે ક્વોલકોમ ક્વિક ચાર્જ 3.0 ટેકનોલોજી આપવામાં આવી છે.

કંપનીનો દાવો છે કે, માત્ર એક કલાકમાં આની બેટરી 68 ટકા ચાર્જ થઈ જશે. દાવો તે પણ છે કે, આની બેટરી પાવર બેંકની જેમ જ છે અને આ બે દિવસ સુધી બેકઅપ આપશે. Xiaomiએ કહ્યું છે કે, એકવાર ચાર્જ કરવાથી આનાથી 57 કલાક વાત કરી શકાય છે. એટલું જ નહી Mi Max 2ને ફુલ ચાર્જ કરવાથી 18 કલાક સુધી વીડિયો જોઈ શકાય છે.

Xiaomi Mi Max 2 બજારમાં બે વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે. 64GB ઈન્ટરલ મેમોરીવાળા વેરિએન્ટની કિંમત 1699 યુઆન (લગભગ 16000 રૂપિયા) છે, જ્યારે 128GB ઈન્ટરનલ મેમોરી વેરિએન્ટવાળા ડિવાઈસની કિંમત 1999 યુઆન (લગભગ 19000 રૂપિયા) છે. જોકે, હાલમાં તેનું વેચાણ ચીનના બજારમાં 1 જૂનથી શરૂ થશે.

આની ડિસ્પલે ફુલ એચડી છે અને 6.44 ઈંચની છે. આમાં ક્વોલકોમ સ્નૈપડ્રેગન 625 પ્રોસેસર સાથે 4GB રેમ આપવામાં આવી છે. આમાં આપવામાં આવેલા સોફ્ટવેર દ્વારા આને એક હાથથી યુઝ કરવામાં સરળતા રહેશે.

આ સ્માર્ટફોનને રિમોટના રૂપમાં પણ વાપરી શકાશે. તે માટે IR Blaster આપવામાં આવ્યો છે. આમાં Android N બેસ્ડ MIUI 8 આપવામાં આવ્યું છે આમાં ફેસ ડિટેક્શન ઓટોફોક્સ અને ડ્યુઅલ એલઈડી ફ્લેશ પણ આપવામાં આવ્યો છે. કંપનીએ આમાં 1.55 માઈક્રોન પિક્સલવાળો સોની સેન્સર લગાવ્યો છે. જેથી અલગ-અલગ લાઈટ મોડમાં સારી ક્વોલિટીમાં ફોટોગ્રાફી કરી શકાય છે. કંપની અનુસાર આમાં Mi 6 જેવો જ પ્રાઈમરી કેમેરો આપવામાં આવ્યો છે..સોર્સ સંદેશ ન્યૂઝ