સૌથી મોંઘો ફોન, કિંમત છે 2.3 કરોડ રૂ

 સૌથી મોંઘો ફોન, કિંમત છે 2.3 કરોડ રૂ

મોટાભાગની વ્યક્તિઓ નવાનવા ફોન રાખવાને તેમજ થોડા સમય પછી એને બદલી નાખવાને સ્ટેટસ સિમ્બોલ માને છે. હાલમાં લક્ઝરી ફોન કંપની વર્તુએ નવી લિમિટેડ એડિશન ફીચર ફોર ‘સિગ્નેચર કોબરા’ લોન્ચ કરી છે. સિગ્નેચર કોબરા લિમિટેડ એડિશનની કિંમત અંદાજે 2.3 કરોડ રૂ. છે જે એક ચાઇનીઝ ઇ-કોમર્સ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ ફોનના માત્ર આઠ યુનિટ છે. gizchina વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે ચીનમાં માત્ર એક યુનિટ ઉપલબ્ધ છે. આ ફોનના 388 અલગઅલગ પાર્ટને એસેમ્બલ કરવામાં આવ્યા છે. આ ફોનને બ્રિટનમાં બનાવવામાં આવ્યો છે.

 ફિચર ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે ફ્રાન્સની જ્વેલરી બ્રાન્ડ બુશરોને એને ડિઝાઇન કર્યો છે. આમાં 439 રૂબી એટલે કે માણેક લગાવવામાં આવ્યા છે. ફોનની બોડીમાં કોબરાનો શેપ છે જેમાં બે પન્ના પણ લગાવવામાં આવેલા છે. વર્તુએ આપેલી માહિતી પ્રમાણે આ ફોન અંદાજે 10,000 રૂ.નું ડાઉન પેમેન્ટ કરીને એને ખરીદી શકાય છે. વર્તુ આ ફોનની ડિલીવરી હેલિકોપ્ટરથી કરશે પણ એ માટે એરિયાના એર ટ્રાફિક કંટ્રોલ ડિપાર્ટમેન્ટની પરમિશનલ લેવામાં આવશે.

આ ફોનની સ્ક્રીન 2 ઇંચની છે જેનું રેઝોલ્યુશન 240X320 છે. આમાં 2GB રેમ અને 16GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આની બેટરી કાઢી શકાય છે અને એ 5.5 કલાકનો બેકઅપ આપશે.