રેનસમવેર પછી ત્રાટક્યો છે બીજો ભયાનક વાઇરસ

રેનસમવેર પછી ત્રાટક્યો છે બીજો ભયાનક વાઇરસ

હવે વધુ એક માલવેર ફેલાયો છે અને લાખો એન્ડ્રોઇડ ફોન વાપરનારા તેનો શિકાર પણ બની ચૂક્યા છે. આ માલવેરનું નામ છે જ્યુડી અને એન્ડ્રોઇડ વપરાશકારો માટે આ નવી સમસ્યા બન્યો છે. આશરે ૩.૬ મિલિયન એેન્ડ્રોઇડ વપરાશકારો આ માલવેરનો શિકાર બની ચૂક્યા છે. ગૂગલ પ્લે સ્ટોરના ૪૧ એપ્લિકેશનમાં જ્યુડી માલવેર મળી આવ્યો છે. ચેક પોઇન્ટ સિક્યોરિટી રિસર્ચ ફર્મે જણાવ્યા મુજબ આ માલવેરનો શિકાર ૩.૬ મિલિયન એટલે કે ૩૬ લાખ એન્ડ્રોઇડ વપરાશકારો બની ચૂક્યા છે.

આ માલવેરની ગંભીરતા જોઇને ગૂગલે પોતાના પ્લે સ્ટોરમાં માલવેરવાળા એપ્લિકેશન હટાવી દીધા છે. ચેક પોઇન્ટના બ્લોગપોસ્ટ અનુસાર જ્યુડી માલવેર એ ઓટો ક્લિકિંગ એડવેર છે જે સાઉથ કોરિયાની એક કંપનીએ તૈયાર કર્યો છે જેનું નામ કિનિવિનિ છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને IOS આ બંને માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ માલવેર એડ્વર્ટાઇઝમેન્ટ ઉપર ફોલ્સ ક્લિક કરે છે અને એ ક્લિકમાંથી માલવેર તૈયાર કરનારા લોકો પૈસા કમાવે છે. આ માલવેર એપ્લિકેશન આશરે ૪૦ લાખથી ૧.૮ કરોડ લોકોએ ડાઉનલોડ કર્યા છે.