ભારતમાં દર કલાકે ૧૫ સાઈબર એટેક થાય છે

ભારતમાં દર કલાકે ૧૫ સાઈબર એટેક થાય છે

 અમદાવાદ :  એસવાયએનજે – ઇન્ટેલ સર્વિસીસ એન્ડ સોલ્સુશન્સ પ્રા.લી. દ્રારા નેશનલ સાઇબર ડીફેેન્સ રીસર્ચ સેન્ટર અને કાઉન્સીલ ઓફ ઇન્ફોરમેશન સાથે મળીને ગુજરાત ની પ્રથમ સાઇબર ટોક 'સાઇબરટોક વીથ રક્શીત ટંડન' ઇવેન્ટ નું આયોજન અમદાવાદ ખાતે ના ઠાકોરભાઇ દેશાઇ હોલ ખાતે કરવામા આવ્યું.આ ટોક નો મુખ્ય હેતું જાહેરજનતા અને ઇન્ડસ્ટ્રી ના લોકો ને સાઇબર ક્રાઇમ, સાઇબર  અટેક, વુમન સિક્યોરીટી, ચાઇલ્ડ ઓનલાઇન સેફ્ટી, કોર્પોરેટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સાઇબર સિક્યોરીટી, નેશ્નલ સિક્યોરીટી અને ઓનલાઇન ફ્રોડ અને તેનું નિવારણ અને નાણાકીય નુંકશાન વગર કઇ રીતે સુરક્ષીત અને સલામત રહી શકાય તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો.

 

  સાઈબર ક્રાઈમથી બચવા આટલુ જરૂરી

   ૧. એફબી,વોટ્સએપ,ઇન્સ્ટા વગેરે જેવી સોસીયલ સાઇટ પર સેલ્ફી થી લીધેલા ફોટા અને નામ પરથી ફેકએકાઉન્ટ બનાવી મિસયુઝ થઇ રહ્યો છે.  ૨. ફાયરવોલ હાર્ડવેર અનિચ્છનીય એકસેસ અને જોડાણો માંથી રક્ષણ આપે છે. ૩. પોતાના મોબાઇલ નંબર અને નામનો પાસવર્ડ કયારેય ન રાખો,રાખ્યો હાય તો ચેન્જ કરી આલ્ફાબેટ સાથેનો સ્ટ્રોંગ પાસવર્ડ બનાવો. ૪. એેન્ટિવાઇરસ દરરોજ અપડેટ કરો ૫. સિંગલ નહી પરંતુ ગૃપ ફોટો પ્રોફાઇલ માં રાખો જેથી તમારુ ફેક આઇડી ન બને.