માત્ર 8 મિનિટમાં સ્માર્ટફોનના 2.50 લાખ યુનિટ્સ  વેચાઈ ગયા

માત્ર 8 મિનિટમાં સ્માર્ટફોનના 2.50 લાખ યુનિટ્સ  વેચાઈ ગયા

 ભારતમાં લોન્ચ થયેલ Redmi 4 લોન્ચ કર્યો છે. આ પહેલા સેલ 23 એટલે કે, આજે બપોરે 12 વાગે સેલ હતો. કંપનીએ દાવો કર્યો છે કે, આ દરમિયાન Redmi 4ના 2.50 લાખ યુનિટ્સ વેચાઈ ગયા હતા.

શાઓમીના વાઈસ પ્રેસિડેન્ટ મનુ જૈન અનુસાર માત્ર 8 મિનિટની અંદર જ Redmi 4ના 2.50 લાખ યુનિટ્સ વેચાઈ ગયા છે. તેમણે જણાવ્યું કે, 23 જાન્યુઆરીના પહેલા દિવસે સેલ દરમિયાન પણ Redmi Note 4ના 2.50 લાખ યુનિટ્સ વેચાઈ ગયા હતા. તે ઉપરાંત Redmi 4Aના વેચાણમાં પણ આવા જ આંકડા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આ બજેટ સ્માર્ટફોન છે અને તેની શરૂઆતી કિંમત 6,999 રૂપિયા છે.

કંપની દ્વારા જાહેર કરેલા આંકડાઓમાં એમેઝોન ઈન્ડિયા અને કંપનીની અધિકારીક વેબસાઈટથી વેચવામાં આવેલ ડિવાઈસ સામેલ છે. કેમ કે, આ બંને પ્લેટફોર્મ પર 2.50 લાખ યુનિટ્સ વેચવા માટે રાખવામાં આવ્યા હતા.સોર્સ સંદેશ ન્યૂઝ