15 જૂને લોન્ચ થઈ શકે છે વન પ્લસ 5

15 જૂને લોન્ચ થઈ શકે છે વન પ્લસ 5

કંપની દ્વારા પોતાના કર્મચારીઓને પબ્લિસિટી પ્લાનિંગ વિશે મોકલાવેલ ઈમેલથી જાણકારી મળી છે. ચાઈનિઝ સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ વીબો પર આ ઈમેલની તસવીર લીક થઈ છે. કંપની સીઈઓ પહેલા પણ જણાવી ચૂક્યા છે કે, આ ફોન ઉનાળામાં જ લોન્ચ કરવામાં આવશે.

હાલમાં જ કંપનીએ કન્ફોર્મ કર્યું હતું કે, ફોનમાં સ્નેપડ્રેગન 835 એસઓસી પ્રોસેસર હશે. તે ઉપરાંત સ્માર્ટફોનના ચાર કલર વેરિએન્ટમાં આવવાની ચર્ચા છે. ફોન પર પ્રોટેક્ટિવ કવરની તસવીરો પણ લીક થઈ છે.લીક્સ પ્રમાણે વન પ્લસ 5માં ડૂએલ કેમેરા હોઈ શકે છે. તે ઉપરાંત આમાં હોમ બટન પર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવી શકે છે.વન પ્લસ 5માં 6GB રેમ હોઈ શકે છે. આમાં 7.1.1 નોગેટ એન્ડ્રોઈડ સાથે ફુલ એચડી (1080X1920) ડિસ્પલે હશે.સોર્સ સંદેશ ન્યૂઝ