બુલેટ ટ્રેનમાં હશે સપનામાં પણ ન વિચારી હોય એવી સુવિધાઓ

બુલેટ ટ્રેનમાં હશે સપનામાં પણ ન વિચારી હોય એવી સુવિધાઓ

 બુલેટ ટ્રેન બે કલાક સાત મિનિટમાં અમદાવાદ સુધીનું ૫૦૮ કિલોમીટરનું અંતર પાર કરશે. થાણે અને વિરાર વચ્ચે ૨૧ કિલોમીટરની અન્ડરગ્રાઉન્ડ ટનલને બાદ કરતાં એ રૂટનો બાકીનો કોરિડોર એલિવેટેડ રાખવામાં આવશે. સંબંધિત ક્ષેત્રમાં હરિયાળીને નુકસાન ન થાય એ માટે ૨૧ કિલોમીટરની અન્ડરગ્રાઉન્ડ ટનલનો સાત કિલોમીટરનો હિસ્સો દરિયાની નીચે રાખવામાં આવશે.

શું છે ખાસ?
૧૦ કોચ ધરાવતી ૭૩૧ સીટર E5 શિન્કાન્સેન સિરીઝની ન્યુ જનરેશન જેપનીઝ હાઈ સ્પીડ ટ્રેનમાં શિશુઓને સ્તનપાન કરાવવા માટે અને બીમાર માણસો માટે મલ્ટિપરપઝ રૂમ રાખવામાં આવશે. વ્હીલચેર પર આધાર રાખતા મુસાફરો માટે બે વધારે મોકળાશવાળાં ટોઇલેટ્સ રાખવામાં આવશે. આ ટ્રેનમાં બિઝનેસ ક્લાસ અને સ્ટાન્ડર્ડ ક્લાસ રહેશે. બિઝનેસ ક્લાસમાં પંચાવન અને સ્ટાન્ડર્ડ ક્લાસમાં ૬૯૮ બેઠકો રાખવામાં આવશે. બિઝનેસ ક્લાસમાં પેસેન્જરો માટે લગેજ-સ્પેસ રહેશે.