ઈસરો `200 હાથી’ જેવું વિકાસાવશે રોકેટ

ઈસરો `200 હાથી’ જેવું વિકાસાવશે રોકેટ

ઈસરો એવું સ્વદેશી રોકેટ વિકસાવશે જેનું વજન ૨૦૦ પુખ્ત હાથીના વજન જેટલું હશે અને ભવિષ્યમાં આ રોકેટ દ્વારા ભારતીયોને અંતરિક્ષમાં મોકલી શકાશે. ISRO દુનિયાની વઘુ વજનદાર અને અનેક અબજ ડોલરની મિસાઇલ માર્કેટમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. એ માટે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં રોકેટ પ્રક્ષેપણ કેન્દ્રમાં સૌથી ભારી (વજનદાર) રોકેટ જીએસએલવી એમકે-થ્રી વિકસાવાઇ રહ્યું છે. આ રોકેટ અત્યાર સુધીના સૌથી ભારી ઉપગ્રહને અંતરિક્ષમાં લઇ જવા સક્ષમ હશે. ISROના અધ્યક્ષ એસ. એસ. કિરણકુમારે જણાવ્યું હતું કે આ સંપૂર્ણ સ્વદેશી રોકેટ પોતાના પ્રથમ જ પ્રક્ષેપણમાં સફળ થાય એવા તમામ શક્ય પ્રયાસ કરાશે. જીએસએલવી એમકે-થ્રીનું પ્રથમ ટેસ્ટ લોન્ચ થશે, જેનું નામ પહેલાં પ્રક્ષેપણ વાહન માક-૩ રખાયું હતું. એક દશકમાં ઓછામાં ઓછા છ સફળ પ્રક્ષેપણ પછી આ રોકેટનો ઉપયોગ માનવસહિત અભિયાન માટે કરાશે.

આ રોકેટ પૃથ્વીની નીચલી કક્ષામાં આઠ ટન સુધીનુ વજન લઇ જવા સક્ષમ છે. ISROને ત્રણથી ચાર અબજ ડોલરનું ભંડોળ સરકાર આપશે તો તે અંતરિક્ષમાં બે-ત્રણ સદસ્યના ચાલક દળને લઇ જશે. જો માનવીય ઉપક્રમ હકીકતનું સ્વરૂપ લેશે તો ભારત રશિયા, અમેરિકા અને ચીન પછી ચોથો દેશ બનશે જેનો એક માનવીય અંતરિક્ષ ઉડાન કાર્યક્રમ હશે.સોર્સ સંદેશ ન્યૂઝ