Google નવું ફિચર, કોપી કર્યા વગર જ પેસ્ટ

Google નવું ફિચર, કોપી કર્યા વગર જ પેસ્ટ

XDA ડેવેલપર્સની રિપોર્ટ પ્રમાણે, આ ફિચર્સનું નામ ‘કોપીલેસ પેસ્ટ’ રાખવામાં આવ્યું છે. આ ફિચર્સ ઓટોમેટિક જરૂરી જાણકારી કોપી કરી લેશે અને જ્યાં જરૂરી લાગશે ત્યાં જાણકારીને પેસ્ટ કરવાની સલાહ આપશે.

ફિચર્સ સાથે જોડાયેલી જાણકારી પ્રમાણે આ ફિચર્સ એ રીતે કામ કરશે, જેમ કે, તમે કોઈ રેસ્ટોરેન્ટની વેબસાઈટને સર્ચ કરી અને ત્યાર બાદ તમે ગૂગલ મેપ પર ચાલ્યા ગયા તો રેસ્ટોરન્ટનું નામ જાતે જ તમને સર્ચ બોક્સમાં નાંખવાનું ઓપશન આપવા લાગશે.

તમને જણાવી દઈએ કે, ફિચર્સ હાલમાં ટેસ્ટિંગમાં છે અને તે કોઈ ફન્ક્શન નથી. મળેલી જાણકારી પ્રમાણે ગૂગલ આ કોપીલેસ પેસ્ટ ફિચર પર આ વર્ષની ફેબ્રુઆરીથી કામ કરી રહ્યું છે. ગૂગલ આ ફિચર્સની જાહેરાત 17-19 મેમાં થનાર I/O ડેવલપર કોન્ફ્રન્સમાં કરી શકે છે.