BMWએ રજૂ કર્યું ‘ફ્યુચર સ્કૂટર

BMWએ રજૂ કર્યું ‘ફ્યુચર સ્કૂટર

 ઝીરો એમિશનના વિઝનને સાકાર કરવા માટે એક ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં BMW મોટર્રાડ કોન્સેપ્ટ લિંક સ્કૂટર લોન્ચ કર્યું છે. આ ટૂ વ્હીલરની ડિઝાઇન અને ડિજિટલ કનેક્ટિવિટી સાથે એમાં બીજી અનેક ખૂબી છે. આ સ્કૂટરને ભવિષ્યનું સ્કૂટર ગણવામાં આવે છે. આધુનિક શહેરી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એને તૈયાર કરવામાં આવ્યું છે. એની ખાસ વાત તો એ છે કે એમાં રિવર્સ ગિયર પણ આપવામાં આવ્યું છે જેનાથી ભીડવાળા વિસ્તારમાં પાર્કિંગ કરવામાં સરળતા રહે છે.

BMW મોટર્રાડ કોન્સેપ્ટ લિંક સ્કૂટર ટૂ ટોન કલર ડિઝાઇન સાથે આવ્યું છે. એમાં બે આઇકોનિક એલસીઇ ફ્રન્ડ લાઇટ લાગેલ છે જેના કારણે ડિઝાઇનર લૂક બહુ શાનદાર લાગે છે. આ સ્લીક બાઇક ટાઇપ સ્કૂટરમાં એડજેસ્ટેબલ સીટ છે. આ સાથે જ એમાં ઇઝી સ્ટોરેજ માટે લગેજ કમ્પાર્ટમેન્ટ પણ આપવામાં આવ્યો છે.

આ સ્કૂટરમાં ક્લાસિક ઇન્સ્ટ્રમેન્ટ ક્લસ્ટર નથી આપવામાં આવ્યું. સ્પીડ, નેવિગેશન અને બેટરીની માહિતી ઇન્ફોર્મેશન રાઇડરની બરાબર સામે આપવામાં આવી છે. આના સિવાય બીજી જાણકારી માટે અલગ પેનલ આપવામાં આવી છે. આ પેનલ ટચ સેન્સિટીવ છે જેનાથી ઇન્ફોટેનમેન્ટ, કનેક્ટિવિટી અને રૂટિંગ ઇન્ફોર્મેશન વગેરેને કંટ્રોલ કરી શકાય છે. સોર્સ સંદેશ ન્યૂઝ