બીજા દિવસે રેન્સમવેર ત્રાટ્કયો

બીજા દિવસે રેન્સમવેર ત્રાટ્કયો

ગુજરાતમાં પણ સાયબર એટેકની ખાસ્સી એવી અસર થઇ છે. ખાસ કરીને રાજ્યની સરકારી કચેરીઓમાં કમ્પ્યુટટર્સ ઠપ થયાં છે. આજે સતત બીજા દિવસે પણ રેન્સમવેર વાયરસને લીધે અમદાવાદ, આણંદ,પાટણ, જૂનાગઢ, ગાંધીનગર , અમરેલી , નવસારી સહિતના શહેરોમાં સરકારી ઓફિસોમાં કમ્પ્યુટર્સ વાનાક્રાઇ વાઇરસથી ક્ષતિગ્રસ્ત બન્યાં હતાં પરિણામે સરકારી ઓફિસોમાં કામગીરીને અસર પહોંચી હતી.

સાયબર એટેકને પગલે અમદાવાદ મામલતદાર કચેરી ઉપરાંત એન્ટી કરપ્શન બ્યુરોના કમ્પ્યુટર્સને અસર થઇ હતી . આ ઉપરાંત રાજકોટ સાયબર સેલ પણ સાયબર એટેકથી બાકાત રહી શક્યુ ન હતું . પાટણ આરટીઓ કચેરીમાં પણ સાતેક કમ્પ્યુટર્સ વાયરસને લીધે ઠપ્પ થયાં હતાં પરિણામે લાયસન્સ જેવી કામગીરીને અસર થઇ હતી. હિંમતનગરમાં આરટીઓ કચેરી સહિત બાગાયત કચેરીમાં કમ્પ્યુટર્સ બંધ પડયા હતાં . અમરેલી અને આણંદની સરકારી કચેરીમાં સાયબર એટકની અસર જોવા મળી હતી