શ્રીહરિકોટાથી સાઉથ એશિયન સેટેલાઇટ GSAT-9 લૉન્ચ

શ્રીહરિકોટાથી સાઉથ એશિયન સેટેલાઇટ GSAT-9 લૉન્ચ

ઇસરોએ જીએસએલવી રોકેટ દ્વારા GSAT-9 સેટેલાઇટ લૉન્ચ કર્યો છે. ભારતીય અવકાશી સંસ્થા ઇસરોએ શુક્રવારે સાંજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી આ સેટેલાઇટ અવકાશમાં મોકલ્યો. આ સેટેલાઇટના માધ્યમ દ્વારા સાઉથ એશિયન દેશોના પરસ્પરના સંપર્કને પ્રોત્સાહન મળશે. સાથે સાથે દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં ચીનનો પ્રભાવને ઓછો કરવામાં પણ મદદ મળશે.

આઠમાંથી સાત સાર્ક દેશ આ પ્રોજેક્ટનો હિસ્સો છે. માત્ર પાકિસ્તાને પોતાને આનાથી અલગ રાખ્યું છે. પાકિસ્તાને કહ્યું કે તેમનો પોતાનો અલગ સ્પેસ પ્રોગ્રામ છે. આ સેટેલાઈટનો ખર્ચ 450 કરોડ રૂપિયા છે. તેની મિશન લાઈફ 12 વર્ષ રહેશે. આ સેટેલાઈટ કેયૂ બેન્ડ પર કામ કરશે. તેને જીએસએલવી-એ09 રોકેટ દ્વારા ભ્રમણ કક્ષામાં છોડવામાં આવશે.