સર્વર ડાઉન થઈ જતાં હજારો સર્વિસ પ્રોવાઈડર્સનાં રિટર્ન અપલોડ ન થયાં

સર્વર ડાઉન થઈ જતાં હજારો સર્વિસ પ્રોવાઈડર્સનાં રિટર્ન અપલોડ ન થયાં

ગુજરાતના સંખ્યાબંધ કરદાતાઓ સર્વિસટેક્સના રિટર્ન ફાઈલ કરી શક્યા જ નથી. પરિણામે તેમણે રૃા. ૫૦૦નો દંડ ભોગવવાની નોબત આવશે. સર્વિસ ટેક્સની રિટર્ન ટાઈમસર ન ભરી શકનારા સર્વિસ પ્રોવાઈડર્સને આ દંડ કરવામાં આવે છે.

તેમાંય વધુ ગંભીર બાબત તો એ છે કે સર્વિસ ટેક્સનું રિટર્ન ફાઈલ કરવાને માત્ર ૨૪ કલાક બાકી હતા ત્યારે સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટે ૨૪મી એપ્રિલના રાત્રે ૧૨થી સવારે ૫ વાગ્યા સુધી મેઈન્ટેનન્સ માટે વેબસાઈટને બંધ રાખી હતી. પરિણામે આખી રાત ઉજાગરો કર્યા પછીય સર્વિસ પ્રોવાઈડર્સના ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તેમના રિટર્ન અપલોડ કરી શક્યા નથી. ઓક્ટોબરથી માર્ચ ૨૦૧૬-૧૭ના ગાળાનું રિટર્ન ૨૫મી એપ્રિલે ફાઈલ કરી દેવાનું છે. આ તબક્કે સર્વિસ ટેમ્પરરીલી નોટ અવેલેબલનો મેસેજ આવ્યા કરે છે. સર્વિસ ટેક્સના નિયમ મુજબ કરદાતાએ તેમનું છ માસિક રિટર્ન ૨૫મી એપ્રિલ સુધીમા ફાઈલ કરી દેવાનું હોય છે. આ તારીખ રિટર્ન ફાઈલ કરવામાં પહેલા પંદર દિવસનો વિલંબ થાય તો રૃા. ૫૦૦નો, બીજા ૧૫ દિવસનો વિલંબ થાય તો બીજા રૃા. ૫૦૦નો ત્યારબાદ રોજના રૃા. ૧૦૦ પ્રમાણે દંડ કરવામાં આવે છે.

કરવેરાના નિષ્ણાતો અને ટેક્સ કન્સલ્ટન્ટ્સનું કહેવું છે કે ગુજરાતમાં અઢી લાખ જેટલા સર્વિસ પ્રોવાઈડર્સ છે. ત્યારે છેલ્લા દિવસોમાં આ હાલાકી થઈ રહી છે