બોક્સિંગ : વિજેન્દર ત્રીજા ટાઈટલ માટે બ્રિટનના મરખામ સાથે ટકરાશે

બોક્સિંગ : વિજેન્દર ત્રીજા ટાઈટલ માટે બ્રિટનના મરખામ સાથે ટકરાશે

ભારતીય બોક્સ વિજેન્દર સિંહ ત્રીજા પ્રોફેશનલ ટાઈટલ માટે બ્રિટનના લી મરખામ સાથે ટકરાશે. કોમનવેલ્થ સુપર મિડલવેટ ટાઈટલની આ ફાઇટ 13મી જુલાઈના રોજ લંડનમાં યોજાશે. વિજેન્દરે કહ્યું કે, હું આ ફાઈટ માટે અત્યારથી અભ્યાસ કરી રહ્યો છું. લી મખામે 22 મુકાબલામાંથી 17 જીત્યા છે, જ્યારે વિજેન્દરના નામે 10 ફાઈટમાં 10 વિજય છે. વિજેન્દરે છ મહિના અગાઉ જયપુરમાં ઘાનાના અર્નેસ્ટ અમુજૂને હરાવ્યો હતો. ત્યાર બાદ તેની આ પ્રથમ ફાઈટ છે.