ઓસ્ટ્રેલિયન ફૂટબોલ કલબ તરફથી ઉસેન બોલ્ટ રમશે

ઓસ્ટ્રેલિયન ફૂટબોલ કલબ તરફથી ઉસેન બોલ્ટ રમશે

ઉસેન બોલ્ટ જર્મની, નોર્વે અને સાઉથ આફ્રિકાની કલબ તરફથી રમી ચૂકયો છે. ઓસ્ટ્રેલિયન ફૂટબોલ  કલબે પોતાની વેબસાઇટ પર જાહેર કર્યુ છે કે કલબ અને ઉસેન બોલ્ટની વચ્ચે થયેલો આ કરાર પ્રોફેશનલ ફુટબોલ રમવાની કોઈ ગેરન્ટી નથી આપતો. જોકે આઠ વખતના ઓલિમ્પિક ચેમ્પિયન બોલ્ટને આ કરાર દ્વારા પ્રોફેશનલ ફુટબોલ રમવાનું સપનું પૂરું કરવાનો મોકો મળી શકે છે. આ લીગનું નવું સેશન ઓકટોબરથી શરૂ થશે.