UAEની અલ એન ટીમે કોપા લિબર્ટાડોરેસ ચેમ્પિયન રિવર પ્લેટને હરાવ્યું 

UAEની અલ એન ટીમે કોપા લિબર્ટાડોરેસ ચેમ્પિયન રિવર પ્લેટને હરાવ્યું 

યુએઈની ટીમ અલ એન પહેલીવાર ફાફા ક્લબ વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી છે. અલ એન ક્લબે કોપા લિબર્ટાડોરેસની ચેમ્પિયન રિવર પ્લેટને હરાવ્યું છે. પેનલ્ટી શુટઆઉટમાં અલ એન ક્લબે પાંચ ગોલ કર્યા હતા જ્યારે આર્જેન્ટાનાની ક્લબ રિવર પ્લેટે 4 ગોલ કર્યા હતા. અલ એને 5-4ના સ્કોરની સાથે ટાઈટલ માટેની મેચમાં જગ્યા બનાવી લીધી હતી. ફાઈનલમાં અલ એનનો સામનો રિયલ મેડ્રિડ અને કાશિમા એંટલર્સ વચ્ચે થનારી મેચમાં વિજેતા સામે થશે. સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ ગત ચેમ્પિયન રહી ચુકી છે.