ઓલિમ્પિકમાં 7 માંથી 5 મેચમાં સાચી ભવિષ્યવાણી કરનાર પોપટનો દાવો - જાપાન જીતશે નહીં

ઓલિમ્પિકમાં 7 માંથી 5 મેચમાં સાચી ભવિષ્યવાણી કરનાર પોપટનો દાવો - જાપાન જીતશે નહીં

જાપાન વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ નહીં જીતી શકે. આ ભવિષ્યવાણી એક પોપટે કરી છે. આ પોપટે 2015માં મહિલા વર્લ્ડ કપમાં સાતમાંથી છ મેચની ભવિષ્યવાણી સાચી કરી હતી. આ સિવાય રિયો ઓલિમ્પિક (2016)ની સાતમાંથી પાંચ ભવિષ્યવાણી સાચી પડી હતી. સ્લેટિયા રંગના આ પોપટનું નામ ઓલિવિયા છે. પોપટે ભવિષ્યવાણી કરી છે કે વર્લ્ડ કપમાં જાપાન ગ્રૂપ-એચની પ્રથમ મેચમાં કોલંબિયા સામે હારી જશે. આશા છે કે આ વખતે તેની ભવિષ્યવાણી ખોટી પડશે. પોપટ થોડા સમય માટે આમથી તેમ ફરતો રહ્યો હતો જેથી આ રોમાંચક મેચ રહેશે.