પાર્થિવ સાથે મજાક કરવા સેહવાગે પંજાની છાપ વાળી રોટલીનો ફોટો ટેગ કર્યો

પાર્થિવ સાથે મજાક કરવા સેહવાગે પંજાની છાપ વાળી રોટલીનો ફોટો ટેગ કર્યો

ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગની સેન્સ ઓફ હ્યુમરનો, આ વખતે વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ સામે તેનો દાવ ઊંધો પડ્યો હતો. હવે ભાગ્યે જ તે પાર્થિવની મજાક ઉડાડવાનો પ્રયત્ન કરશે. બન્યું એવુ કે સેહવાગે એક પંજાની ડિઝાઈનવાળી રોટલીની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી અને લખ્યું હતું કે - નવી વહુ આવી, પતિ બોલ્યો પોતાના હાથની રોટલી બનાવીને ખવડાવ. આ પછી સેહવાગે આ તસવીરને પાર્થિવ પટેલને ટેગ કરતા પુછ્યું - પાર્થિવ! ભાઇ વિકેટકીપિંગ ગ્લવ્ઝ છે કે પછી મોકલાવું. તેનો જવાબ પાર્થિવે જોરદાર રીતે આપ્યો હતો. પાર્થિવે લખ્યું - અહીં હું પરફેક્ટ સાઇઝવાળા ગ્લવ્ઝ લાવ્યો છું. તેને ત્યાં જ રાખો તમારી પાસે. દિલ્હીમાં ઠંડી વધી ગઈ છે તો ઘરમાં કોઈને કામ લાગશે.