ઈંગ્લેન્ડની સારા કોક્સ પ્રીમિયરશિપ કપમાં રેફરી બનનાર પહેલી મહિલા

ઈંગ્લેન્ડની સારા કોક્સ પ્રીમિયરશિપ કપમાં રેફરી બનનાર પહેલી મહિલા

ઈંગ્લેન્ડની સારા કોક્સને પ્રીમિયરશિપ રગ્બી કપમાં નોર્થમ્પ્ટન અને વાસ્પ્સની રવિવારે થનારી મેચ માટે રેફરી તરીકે પસંદ કરાઈ છે. કોક્સ ટુર્નામેન્ટમાં રેફરી બનનારી પહેલી મહિલા હશે. 28 વર્ષની કોક્સને માર્ચ 2016માં રગ્બી ફૂટબોલ યુનિયનની સેન્ટ્રલ કોન્ટ્રક્ટ આપવામાં આવ્યો હતો. ત્યારે પહેલી પ્રોફેશનલ મહિલા રગ્બી રેફરી બની હતી. તેણે આ વર્ષે માર્ચમાં ઈંગ્લેન્ડમાં ચેમ્પિયનશિપમાં કોરનિશ પાયરેટ્સ અને ડોનકાસ્ટર નાઈટ્સની મેચમાં રેફરીની ભુમિકા નિભાવી હતી. તે પુરૂષોની આ ટુ ટિયર ટુર્નામેન્ટમાં રેફરી બનનારી પહેલી મહિલા હતી. કોક્સ ઈજાના કારણે રમત છોડી દીધી હતી. તેણે આ વર્ષે પુરૂષોની બે આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ રેફરીની જવાબદારી નિભાવી હતી.