મેચ સમયસર પૂરી થાય એ માટે ICC બનાવી રહ્યું છે કડક નિયમો

મેચ સમયસર પૂરી થાય એ માટે ICC બનાવી રહ્યું છે કડક નિયમો

દરેક ઓવર પૂરી થાય કે તરત બોલર અને ફિલ્ડરોએ પોતપોતાના સ્થાને જતા રહેવુ પડશે એટલુ જ નહિં, એક બેટ્સમેન આઉટ થાય એટલે બીજાએ ચોક્કસ સમયમાં મેદાનમાં આવી જવુ પડશે, નહિં તો ટીમના કેપ્ટનને દંડ થશે. આઈસીસીના છેલ્લા ૧૧ વર્ષના ક્રિકેટના ડેટા ગણાવે છે કે ટેસ્ટ ક્રિકેટમાં ઓવરરેટ સૌથી ધીમો છે. ટેસ્ટ જ નહિં, ટી-૨૦માં પણ સ્લો ઓવરરેટની સમસ્યા છે. કોઈપણ ટીમ નિર્ધારીત સમયમાં પોતાની ઓવરનો કવોટા પૂરો કરી શકતી નથી જેને કારણે મેચ સમયસર પૂરી થતી નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મેરીલબોન ક્રિકેટ કલબ (એમસીસી)ની વર્લ્ડ ક્રિકેટ કમીટીએ ક્રિકેટમાં શોર્ટ કલોકનો નિયમ લાવવાની ભલામણ કરી છે. આ સમિતિમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ઉપરાંત ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન રીકી પોન્ટીંગ પણ છે. પોન્ટીંગે કહ્યું હતું કે ક્રિકેટમાં શોર્ટ કલોક લાવવાનો હેતુ મેચ દરમિયાન ખોટા બગડતા સમયને રોકવાનો છે.