ટેસ્ની ઈવાન્સ ટોપ 10માં પહોંચનારી વેલ્સની પહેલી મહિલા ખેલાડી બની 

ટેસ્ની ઈવાન્સ ટોપ 10માં પહોંચનારી વેલ્સની પહેલી મહિલા ખેલાડી બની 

ટેસ્ની ઈવાન્સ વર્લ્ડ સ્ક્વોશ રેન્કિંગમાં ટોપ 10માં પહોંચનાર વેલ્સની પહેલી મહિલા ખેલાડી બની ગઈ છે. ટેસ્ની ઈવાન્સ 26 વર્ષ બાદ ટોપ 10માં જગ્યા બનાવનાર વેલ્સની પહેલી ખેલાડી પણ બની છે. આ પહેલા 1992માં ડેવિડ ઈવાન્સ પુરૂષોની સિંગલ્સ રેન્કિંગમાં ટોપ 10માં પહોંંચ્યો હતો. 26 વર્ષ બાદ ટેસ્નીએ ગત મહિને ફિલાડેલ્ફિયામાં યુએસ ઓપન સ્ક્વોશ ચેમ્પિયનશિપની સેમિ ફાઈનલમાં પહોંંચીને ઈતિહાસ રચી દીધો હતો. ત્યારે તે આ ટુર્નામેન્ટમાં સેમિ ફાઈનલમાં પહોંચનારી વેલ્સની પહેલી ખેલાડી પણ બની હતી. આ પ્રદર્શનનો ફાયદો તેને રેન્કિંગમાં મળ્યો અને તે વિશ્વની નવમાં ક્રમની મહિલા સ્ક્વોશ ખેલાડી બની ગઈ છે.