DNA ટેસ્ટથી ફિટનેસમાં ટીમ ઇન્ડિયા સૌથી બેસ્ટ

DNA ટેસ્ટથી ફિટનેસમાં ટીમ ઇન્ડિયા સૌથી બેસ્ટ

નવી દિલ્હીઃ કપ્તાન વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાનો મૂળ સ્લોગન ફિટનેસ છે. ખેલાડી ભલે ગમે તેટલો મોટો હોય પરંતુ જો તે અનફિટ હોય તો તેને ટીમમાં સ્થાન મળતું નથી. યુવરાજસિંહ તથા સુરેશ રૈના જેવા ખેલાડીઓ પણ યો-યો ટેસ્ટમાં નિષ્ફળ રહેવાના કારણે ટીમમાંથી બહાર થયા છે. હવે બીસીસીઆઇ ખેલાડીને વધારે ઉંચા સ્તરે લઇ જવા માટે ડીએનએ ટેસ્ટનો સહારો લઇ રહ્યું છે. ટેસ્ટના પરિણામથી ખેલાડીઓમાં ચરબી બાળવાની (ફેટ બર્નિંગ) ક્ષમતા, એન્ડ્યુરન્સ, રિકવરી ટાઇમ વગેરેની ખબર પડે છે. તેના આધારે ડાયટ તથા ટ્રેનિંગ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવશે. ૃ-ૃડડ--ડ-બોર્ડે ખેલાડીઓના ડીએનએ ટેસ્ટની શરૂઆત ટીમના ટ્રેનર શંકર બસુની સલાહ પર કરી છે. ટેસ્ટમાં 40 કરતાં વધારે જિનની તપાસ થશે. જે પરિણામ આવશે તેના આધારે પ્રત્યેક ખેલાડીનો અલગ અલગ ડાયટ ચાર્ટ તથા કસરતોનું રૂટીન બનાવવામાં આવશે.