કીડામ્બી શ્રીકાંતે ફ્રેન્ચ ઓપન સિરીઝ જીતી

કીડામ્બી શ્રીકાંતે ફ્રેન્ચ ઓપન સિરીઝ જીતી

ભારતના કીડામ્બી શ્રીકાંતે રવિવારે પેરિસમાં જાપાનના કેન્તા નિશિમોટોને હરાવી ફ્રેન્ચ ઓપન સુપર સિરીઝ મેન્સ ખિતાબ જીતી લીધો.

તે આની પહેલા ત્રણ સુપર સિરીઝ ટાઇટલ જીતી ચુક્યા છે.

શ્રીકાંતે 34 મિનિટમાં તેમના જાપાનના વિરોધીને 21-14, 21-13 થી હરાવ્યું.

આ કીડામ્બીની પાંચમી સુપર સિરીઝ ફાઇનલ હતી અને ડેનમાર્ક ઓપન જીત્યા હોવાના બીજા અઠવાડિયા અંદર આ ખિતાબ તેમણે પોતાના નામે કર્યું.

શ્રીકાંત ચોથા એવા ખેલાડી છે જેમણે એક વર્ષમાં ચાર કે તેનાથી વધુ સુપર સિરિઝના ટાઇટલ જીત્યા હોય.