શ્રીલંકાના સુકાની ચંદીમલ પર ICCએ બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો

શ્રીલંકાના સુકાની ચંદીમલ પર ICCએ બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો

આઈસીસીએ રવિવારે શ્રીલંકાના સુકાની દિનેશ ચંદીમલ પર બોલની કંડીશન સાથે છેડછાડ (ટેમ્પરિંગ)નો આરોપ લગાવ્યો છે. આઈસીસીએ ટ્વિટર દ્વારા આ જાણકારી આપી હતી. શ્રીલંકાના સુકાની ચંદીમલ પર આઈસીસી કોડ ઓફ કંડક્ટના લેવલ 2.2.9ના ભંગનો આરોપ લગાવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટના ત્રીજા દિવસની રમત પૂરી થયા પછી આઈસીસીએ આ નિર્ણય કર્યો હતો. જોકે શ્રીલંકા ક્રિકેટે પોતાના ખેલાડીનો બચાવ કર્યો છે.