સાઉથ આફ્રિકાનો 6 વિકેટે વિજય, મેન ઓફ ધ મેચના દાવેદાર રબાડા

સાઉથ આફ્રિકાનો 6 વિકેટે વિજય, મેન ઓફ ધ મેચના દાવેદાર રબાડા

યુવા ફાસ્ટ બોલર કાસિગો રબાડાની (11 વિકેટ) ઘાતક બોલિંગની મદદથી સાઉથ આફ્રિકાએ અહીં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવીને ચાર ટેસ્ટની શ્રેણી 1-1થી સરભર કરી લીધી હતી. મેન ઓફ ધ મેચ બનેલા રબાડાએ પ્રથમ દાવમાં પાંચ તથા બીજા દાવમાં છ વિકેટ ખંખેરી હતી. પ્રથમ દાવમાં 139 રનની લીડ હાંસલ કરનાર સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને તેના બીજા દાવમાં 239 રનના સ્કોરે સમેટી નાખ્યું હતું. ત્યારબાદ 22.5 ઓવરમાં ચાર વિકેટના ભોગે 102 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો.