સેરેના વિલિયમ્સ તેમના ખિતાબને બચાવવા ઓસ્ટ્રેલિયન ઓપનમાં કરી શકે કમબેક

સેરેના વિલિયમ્સ તેમના ખિતાબને બચાવવા ઓસ્ટ્રેલિયન ઓપનમાં કરી શકે કમબેક

ઓસ્ટ્રેલિયન ઓપનના અધિકારીઓને આશા છે કે આવતા જાન્યુઆરીમાં સેરેના વિલિયમ્સ પોતાનું ટાઇટલ બચાવવા પાછા મેદાનમાં આવશે.

ન્યૂઝ કૉંફેરેન્સમાં જ્યાં આ વર્ષે પ્રાઈઝ મની વધારવાની વાત થઈ ત્યાં પ્રતિયોગીતાના સંચાલક ક્રેગ ટાઇલીએ જણાવ્યું હતું કે વિલિયમ્સ જાન્યુઆરી 15-28 વચ્ચે રમાંનાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવાનું વિચારી રહી છે.

વિલિયમ્સ ગયા વર્ષે ગર્ભવતી હતા જ્યારે તેમણે તેમની બેન વિનસને ફાઇનલ્સમાં હરાવી હતી. સેરેના વિલિયમ્સએ સપ્ટેમ્બર 1ના તેમની પુત્રીને જન્મ આપ્યું.