ઇન્ડિયન વેલ્સમાં સેરેના વિલિયમ્સ 17 વર્ષમાં ત્રીજી વખત રમી

ઇન્ડિયન વેલ્સમાં સેરેના વિલિયમ્સ 17 વર્ષમાં ત્રીજી વખત રમી

ઇન્ડિયન વેલ્સઃ અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ 15 મહિના બાદ પ્રથમ વખત ડબ્લ્યૂટીએ ટૂર્નામેન્ટમાં રમી છે. તેણે ઇન્ડિયન વેલ્સ ટેનિસ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં કઝાકિસ્તાનની ઝરિના દિયાસને 7-5, 6-3થી હરાવી હતી. આ મુકાબલો જીતવા માટે 92 મિનિટનો સમય લાગ્યો હતો. સેરેનાએ મેચમાં ચાર એસ ફટકાર્યા હતા. ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ પ્યૂર્ટો રિકોની મોનિકા પુઇગે બ્રાઝિલની બિતરિઝ હાદેદને 6-3, 7-6 (3)થી હરાવી હતી. 2012 તથા 2016ની ચેમ્પિયન વિક્ટોરિયા અઝારેન્કોએ બ્રિટનની હિધર વોટસનને 6-4, 6-1થી પરાજય આપીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.