સ્ટેટ યોગ ચેમ્પિયન બન્યા બાદ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પસંદગી 

સ્ટેટ યોગ ચેમ્પિયન બન્યા બાદ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પસંદગી 

વડોદરા: તાજેતરમાં વડોદરાના કાયાવરોહણ ખાતે ઓલ ગુજરાત યોગ એસોસિએશન દ્વારા ઓલ ગુજરાત ઓપન યોગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના રાજેશ બારોટ પ્રથમ સ્થાન મેળવી વિજેતા બન્યા હતા. રાજ્ય કક્ષાની યોગ ચેમ્પિયનશિપમાં વિજેતા બન્યા બાદ રાજેશ બારોટની રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર નેશનલ યોગ ચેમ્પિયનશિપ માટે પસંદગી કરવામાં આવી છે.