વર્લ્ડ રેલી: ફ્રાન્સનો સેબેસ્ટિયન છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યો

વર્લ્ડ રેલી: ફ્રાન્સનો સેબેસ્ટિયન છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યો

ગુઆનાજુઆટો: ફ્રાન્સના સેબેસ્ટિયન ઓગિયરે મેક્સિકોમાં યોજાયેલી વર્લ્ડ રેલી ચેમ્પિયશિપ જીતી લીધી છે. 34 વર્ષના સેબેસ્ટિયને છઠ્ઠી વખત આ ઓટો રેસિંગ ચેમ્પિયનશિપ જીતી છે. તેણે સ્પેનના ડેની સોર્ડો અને બ્રિટનના ક્રિસ મીકેને હરાવ્યો હતો. સેબેસ્ટિયને સિઝનની બીજી રેસ જીતી હતી. સોર્ડોએ બે સ્ટેજ જીતીને લીડ બનાવી હતી. આ પછી મીકે અને સેબેસ્ટિયન લોબે પણ બે-બે સ્ટેજ જીતીને લીડ મેળવી હતી. જોકે આ પછી સોર્ડો અને લોબની કારનું એક-એક ટાયર પંક્ચર થઈ ગયું હતું. આ દરમિયાન સેબેસ્ટિયને તેમને પાછળ રાખ્યા હતા.