રોમાનિયાની સિમોના હાલેપ 1978 પછી ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બની

રોમાનિયાની સિમોના હાલેપ 1978 પછી ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બની

વર્લ્ડ નંબર વન સિમોના હાલેપે ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. રોમાનિયાની હાલેપે અમેરિકાની સ્લોએન સ્ટિફન્સને 3-6, 6-4, 6-1થી હરાવી હતી. ટોચની ક્રમાંકિત હાલેપ કારકિર્દીમાં પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમ જીતવા સફળ રહી છે. આ સિવાય 1978 પછી રોમાનિયાની કોઈ ખેલાડી ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બની છે. 40 વર્ષ પહેલા રોમાનિયાની વર્જીનિયા રુજિચી ચેમ્પિયન બની હતી.