સિડની ઓપન મેન્સ ડબલ્સમાં રોહન બોપન્ના અને રોજર વેસેલિનની હાર

સિડની ઓપન મેન્સ ડબલ્સમાં રોહન બોપન્ના અને રોજર વેસેલિનની હાર

સિડની: ભારતના રોહન બોપન્ના તથા એડુઆર્ડો રોજર વેસેલિનનો સંઘર્ષ બાદ પરાજય થયો હતો.  વિશ્વની પ્રથમ ક્રમાંકિત લુકાસ કુબોટ તથા માર્સેલો મેલોની જોડી સામે પરાજય થયો હતો. સિડની ઇન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ ડબલ્સમાં એક કલાક 29 મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં બોપન્ના  તથા વેસેલિનનો 4-6, 7-5, 8-10થી પરાજય થયો હતો. બંને ટીમો વચ્ચે કોઇ વધારે ફરક નહોતો અને વિજેતા ટીમે 70 તથા પરાસ્ત ટીમે 64 પોઇન્ટ  હાંસલ કર્યા હતા. બંને જોડીએ બે વખત એકબીજાની સર્વિસ બ્રેક કરી હતી.