ટેનિસ: રોજર ફેડરરે 98મું ટાઇટલ જીત્યું

ટેનિસ: રોજર ફેડરરે 98મું ટાઇટલ જીત્યું

દુનિયાના નંબર વન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે સ્ટુટગાર્ડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી લીધું છે. સ્વિટ્ઝર્લેન્ડના ફેડરરે કેનેડાના મિલોસ રાઓનિકને 6-4, 7-6થી હરાવ્યો હતો. તેણે 78 મિનિટમાં વિજય મેળવ્યો હતો. આ ફેડરરની કારકિર્દીનું 98મું એટીપી ટાઇટલ છે. સાથે આ સિઝનમાં ત્રીજુ અને ગ્રાસકોર્ટ પર 18મું ટાઇટલ છે. તે સ્ટુટગાર્ડ ઓપનમાં પ્રથમ વખત ચેમ્પિયન બન્યો છે. આ ફેડરરની અઢી મહિના પછી પ્રથમ ટૂર્નામેન્ટ હતી. તે માર્ચમાં મિયામી ઓપન પછી કોઈ ટૂર્નામેન્ટ રમ્યો ન હતો. 20 ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ફેડરર શનિવારે આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન બનાવતા જ ફરીથી નંબર-1 બની ગયો હતો.