ઓસ્ટ્રેલિયાની T20ના આસિસ્ટન્ટ કોચ તરીકે રિકી પોન્ટિંગ

ઓસ્ટ્રેલિયાની T20ના આસિસ્ટન્ટ કોચ તરીકે રિકી પોન્ટિંગ

સિડનીઃ ઓસ્ટ્રેલિયાની ટ્વેન્ટી20 ક્રિકેટ સીરિઝ માટે રિકી પોન્ટિંગની ઓસ્ટ્રેલિયાના સહાયક કોચ તરીકેની વરણી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની પોન્ટિંગ મુખ્ય કોચ ડેરેન લેહમેન હેઠળ કામ કરશે. ટ્રોય કુલી તથા મેથ્યુ મોટ પણ સીરિઝ દરમિયાન ટીમને વિવિધ રીતે મદદ કરશે. લેહમેન 2019 બાદ ઓસ્ટ્રેલિયન બોર્ડ સાથેનો કરાર પૂરો થયા બાદ તેને રિન્યૂ કરવાના મૂડમાં નહીં હોવાના કારણે તેનું સ્થાન પોન્ટિંગને મળે તેવી પૂરી સંભાવના છે. પોન્ટિંગ અગાઉ શ્રીલંકા સામે ત્રણ મેચની ટી20 શ્રેણી દરમિયાન પણ ટીમ સાથે કાર્ય કરી ચૂક્યો છે. પોન્ટિંગ લેહમેન, ટ્રોય તથા મેથ્યુ સાથે ફરીથી કાર્ય કરવા આતુર છે.