સ્મિથ સાથે અથડાવાનું રબાડાને ભારે પડ્યું, બે મેચ માટે સસ્પેન્ડ કરાયો

સ્મિથ સાથે અથડાવાનું રબાડાને ભારે પડ્યું, બે મેચ માટે સસ્પેન્ડ કરાયો

દુબઈ: સાઉથ આફ્રિકન બોલર કાગિસો રબાડાને આઇસીસીની આચારસંહિતા મુજબ લેવલ-2 હેઠળ બે મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. લેવલ-2માં મેદાનમાં ગેરવર્તણૂક તથા અન્ય પ્લેયર સાથે જાણીજોઇને ફિઝિકલ કોન્ટેક્ટ કરવા હેઠળ ખેલાડીને સસ્પેન્ડ કરવામાં આવે છે. રબાડાને 50 ટકા મેચ ફીનો પણ દંડ કરાયો છે. 24 મહિનાના ગાળામાં આઠ ડિમેરિટ પોઇન્ટ થયા હોવાના કારણે તેના પર બે મેચનું સસ્પેન્સ લાગ્યું છે.