લીગ-1: પેરિસ સેન્ટ જર્મેનએ સતત સાતમો વિજય મેળવ્યો

લીગ-1: પેરિસ સેન્ટ જર્મેનએ સતત સાતમો વિજય મેળવ્યો

પેરિસ: પેરિસ સેન્ટ જર્મેન (પીએસજી) ક્લબે લીગ-1 ફૂટબોલ ચેમ્પિયનશિપમાં સતત સાતમો વિજય મેળવ્યો છે. ફ્રેન્ચ ફૂટબોલની મેચમાં પીએસજીએ લીગ ટેબલમાં છેલ્લા ક્રમે રહેલી મેટ્ઝને 5-0થી પરાસ્ત કર્યો હતો. પીએસજી તરફથી થોમસ મ્યૂનિયરે, ક્રિસ્ટોફરે, કિલિયન એમબાપે અને થિયોગા સિલ્વાએ ગોલ કર્યા હતા. આ વિજય સાથે પીએસજીએ ડિફેન્ડિંગ ચેમ્પિયન મોનાકો સામે 14 પોઇન્ટની લીડ મેળવી લીધી છે.