નંબર વન બનવા તરફ સિંધુની નજર

નંબર વન બનવા તરફ સિંધુની નજર

 તેનું ટાર્ગેટ ચાલુ વર્ષના અંત સુધીમાં નંબર વનનું સ્થાન મેળવી લેવા તરફ છે. સિંધુને મુંબઈ સ્થિતિ ક્રિકેટ કલબ ઓફ ઈન્ડિયાની હોનરરી મેમ્બરશીપ આપવામાં આવી હતી.સિંધુએ કહ્યું કે, રિયો ઓલિમ્પિકમા મેડલ જીત્યા બાદ મારું લક્ષ્ય સુપર સિરિઝ ટુર્નામેન્ટ જીતવા તરફ હતુ અને ચાઈના ઓપન જીતવાની સાથે તે પણ પુરુ થયું. આ પછી ઈન્ડિયન ઓપન જીતવાના કારણે મારો આત્મવિશ્વાસ વધ્યો છે. હાલના રેન્કિંગમાં હું ટોચના બે સ્થાન ધરાવતી ખેલાડીઓની નજીક છું અને હવે હજુ આગળ વધવા માગુ છું. 

ભારતીય ટીમ હવે તા. ૨૧મી મેથી ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે શરૃ થઈ રહેલા સુદીરમાન કપમાં ભાગ લેવા માટે જવાની છે. સિંધુએ કહ્યું હતુ કે, અમારે સુદીરમાન કપમાં ઈન્ડોનેશિયા અને ડેનમાર્ક જેવી ટીમોનો સામનો કરવાનો છે, જેમાં અમે જીતીશું તેવી આશા છે. આ ટુર્નામેન્ટ મિક્સ ટીમ ઈવેન્ટ છેસોર્સ ગુજરાત સમાચાર