પીવી સિંધુ વિશ્વની સાતમા નંબરની સૌથી વધુ કમાણી કરતી મહિલા એથ્લીટ

પીવી સિંધુ વિશ્વની સાતમા નંબરની સૌથી વધુ કમાણી કરતી મહિલા એથ્લીટ

ફોર્બ્સ મેગેઝિને વિશ્વની સૌથી વધુ કમાણી કરતી મહિલા એથ્લીટની યાદી જાહેર કરી છે. જેમાં ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સાતમા નંબર પર છે. પીવી સિંધુ સૌથી વધુ કમાણી મામલે ભારતની નંબર-1 એથ્લીટ બની ગઇ છે. 

જ્યારે વર્લ્ડ લેવલે ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ છે. પીવી સિંધુની કમાણી 8.6 મિલિયન ડોલર છે, એટલે કે આશરે 59.44 કરોડ રૂપિયા કમાણી કરે છે. ટોપ-10માં સ્થાન મેળવનારી પીવી સિંધુ એકમાત્ર ભારતીય એથ્લીટ છે.

ફોર્બ્સના અહેવાલ પ્રમાણે પીવી સિંધુની કમાણી 8.5 મિલિયન ડોલર એટલે કે રૂપિયા છે. પીવી સિંધુ રમતની સાથે સાથે એડવર્ટાઇઝમેન્ટમાંથી પણ કમાણી કરે છે. પીવી સિંધુ બ્રિજસ્ટોન, ગેટોરેડ, નોકિયા, પેનેસોનિક, રેકિત બેન્કસેર જેવી બ્રાંડની એડવર્ટાઇઝ કરે છે. મહત્વપૂર્ણ છે કે ઓલિમ્પિકમાં પીવી સિંધુએ સિલ્વર મેડલ જીત્યો હતો. પીવી સિંધુ પ્રાઇઝ મનીથી 500,000 ડોલર જ્યારે એન્ડોર્સમેન્ટમાંથી 8 મિલિયન ડોલર કમાણી કરે છે.