જુવેન્ટ્સ સાતમું સીરી-એ ટાઈટલ જીતવાથી એક પગલુ દૂર

જુવેન્ટ્સ સાતમું સીરી-એ ટાઈટલ જીતવાથી એક પગલુ દૂર

જુવેન્ટસે બોલોગનાને 3-1થી હરાવીને ઈટાલની ફૂટબોલ લીગ સીરી-એમાં સરળ વિજય મેળવ્યો છે. જુવેન્ટ્સ 35 મેચમાં 91 પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે, જ્યારે બીજા નંબરની ટીમ નેપોલીના 35 મેચ બાદ 84 પોઈન્ટ છે. જુવેન્ટ્સ સાતમું ટાઈટલ જીતવાથી માત્ર એક જીત દૂર છે. જો તે આગામી મેચ જીતી જશે તો તેના 94 પોઈન્ટ થઈ જશે. જો નેપોલીની ટીમ પોતાની બાકીની 3 મેચ જીતે તો પણ તેના 93 પોઈન્ટ જ થાય એમ છે.