BCCIમાં એક રાજ્ય, એક વોટનો નિયમ બદલ્યો

BCCIમાં એક રાજ્ય, એક વોટનો નિયમ બદલ્યો

સુપ્રીમ કોર્ટે ગુરુવારે બીસીસીઆઈને મોટી રાહત આપતાં નવા બંધારણને સામાન્ય ફેરફાર સાથે મંજૂરી આપી છે સાથે એક રાજ્ય એક વોટમાં બદલાવની સાથે મુંબઈ, સૌરાષ્ટ્ર, વડોદરા અને વિદર્ભના ક્રિકેટ એસોસિયેશનને બોર્ડની પૂર્ણ સભ્યતા આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે રેલવે, સર્વિસિઝ અને એસોસિયેશન ઓફ યુનિવર્સિટીઝ ઇન બીસીસીઆઈને પણ પૂર્ણ સભ્યપદ આપી દીધું છે. લોઢા કમિટીની ભલામણો બાદ આ એસોસિયેશનોની માન્યતા રદ કરી દેવાઈ હતી.  કેટલાક સંશોધનો સાથે બીસીસીઆઈના બંધારણના ડ્રાફ્ટને પણ મંજૂરી આપી દીધી છે અને તામિલનાડુના રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝથી બીસીસીઆઈના સ્વીકૃત બંધારણને ચાર અઠવાડિયાની અંદર પોતાના રેકોર્ડમાં લેવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને નવા બંધારણને ચાર અઠવાડિયાની અંદર બદલવાનો આદેશ આપ્યો છે, સાથે રાજ્યો અને અન્ય સભ્ય એસોસિયેશનોને 30 દિવસમાં રજિસ્ટર કરાવવાનો આદેશ આપ્યો છે. કૂલિંગ પિરિયડ હવે ત્રણ વર્ષથી વધારીને બે ટર્મ એટલે કે છ વર્ષ કરી દેવાયો છે.