ટોરન્ટો માસ્ટર્સના ત્રીજા રાઉન્ડમાં નડાલનો પ્રવેશ

ટોરન્ટો માસ્ટર્સના ત્રીજા રાઉન્ડમાં નડાલનો પ્રવેશ

રાફેલ નડાલે ટોરન્ટો માસ્ટર્સમાં ફ્રાન્સના બેનોઈટ પેયરેને 6-2,6-3થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. દુનિયાના નંબર વન ખેલાડી નડાલની નજર આ ચોથા કેનેડાઇ ટ્રોફી મેળવવા પર છે. તેને 2005, 2008 અને 2013માં આ ખિતાબ જીત્યો છે. નડાલે 73 મિનિટમાં છ વખત પેયરેની સર્વિસને તોડી અને ચોથી વખત આ ખેલાડીને પરાસ્ત કર્યો હતો.