મેસ્સીનો ભારતીય ફેન સાઇકલથી 4000 કિમીનો પ્રવાસ કરી રશિયા પહોંચ્યો

મેસ્સીનો ભારતીય ફેન સાઇકલથી 4000 કિમીનો પ્રવાસ કરી રશિયા પહોંચ્યો

કેરળનો ક્લિફિન ફ્રાંસિસ વર્લ્ડ કપ જોવા માટે સાઇકલથી 4000 કિમીનો પ્રવાસ કરી રશિયા પહોંચી ગયો છે. ફ્રાંસિસ આર્જેન્ટિનાના ફૂટબોલર મેસ્સીનો મોટો ચાહક છે. તે તેને મળવા માંગે છે. 28 વર્ષનો ફ્રાંસિસ કેરળથી 23 ફેબ્રુઆરીના રોજ દુબઈ ગયો હતો. ત્યાંથી તે સાઇકલ ખરીદીને ઇરાનના દક્ષિણ પૂર્વમાં આવેલા બંદરગાહ અબ્બાસ શહેર પહોંચ્યો હતો. ત્યાંથી તેણે રશિયા માટે સાઇકલ પર મુસાફરી કરી હતી. ફ્રાંસિસે જણાવ્યું હતું કે મને પ્રવાસમાં સારા અને ખરાબ બંને અનુભવ થયા હતા. ઘણા લોકોએ મને તેમના ઘરમાં રાખ્યો હતો અને ખાવાનું ખવડાવ્યું હતું.