મેસ્સીએ પોતાના દેશના ફૂટબોલરને સમજ્યો પ્રશંસક, જાણો પછી શું થયુ?

મેસ્સીએ પોતાના દેશના ફૂટબોલરને સમજ્યો પ્રશંસક, જાણો પછી શું થયુ?

મોસ્કો: આર્જેન્ટિનાનો પ્રખ્યાત ફુટબોલ પ્લેયર લાયોનેલ મેસ્સી એક ફ્રેન્ડલી મેચ માટે મોસ્કોમાં છે. ટીમ હોટલની બહાર સેબાસ્ટિયન ડ્રિયુસીએ તેને વિશ કર્યું તો મેસ્સીને લાગ્યું કે તે એક પ્રશંસક છે. તેણે સેબાસ્ટિયનને ઓટોગ્રાફ આપ્યો અને તેની સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. જ્યારે સેબાસ્ટિયને ફોટો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો ત્યારે મેસ્સીને ખબર પડી કે તે પ્રશંસક નહીં પણ આર્જેન્ટીનાનો ફૂટબોલર સેબાસ્ટિયન છે. પછી મેસ્સીએ તેની માંફી માંગી હતી.