આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીએ 18,000 રન પુરા કર્યા 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીએ 18,000 રન પુરા કર્યા 

ભારતીય કપ્તાન કોહલીએ ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને છેલ્લી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 49 રન ફટકારતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18,000 રન પુરા કર્યા હતા. ભારતીય ક્રિકેટમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18,000 રનના ફટકારી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક વિક્રમો નોંધાવનારા સચિન તેંડુલકરના કુલ આંતરરાષ્ટ્રીય રન 34,357 છે.જ્યારે આ યાદીમાં દ્રવિડ બીજા અને ગાંગુલી ત્રીજા ક્રમે છે. કોહલીએ કારકિર્દીની 343મી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમતાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. કોહલીએ 58 સદી અને 85 અડધી સદી નોંધાવી છે.