જાપાન ઓપનઃ પીવી સિંધુ અને એચએસ પ્રણયની હાર

જાપાન ઓપનઃ પીવી સિંધુ અને એચએસ પ્રણયની હાર

બેડમિંટનની જાપાન ઓપનના ત્રીજા દિવસે ભારતની પી.વી. સિંધુ અને એચ.એસ. પ્રણયને હારનો સામનો કરવો પડ્યો છે. જોકે શ્રીકાંત હવે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે.  આ અગાઉ મહિલા સિંગલ્સમાં ત્રીજી ક્રમાંકિત પી.વી. સિંધુ ચીનની વર્લ્ડ નંબર-14 ગાઓ ફાંગજી સામે સીધા સેટમાં હારી ગઈ હતી. ફાંગજીએ આ મેચ 21-18, 21-19થી જીતી હતી. ફાંગજી સામે 55 મિનિટ સુધી સંઘર્ષ કરવા છતાં સિંધુ મેચ જીતી શકી ન હતી. સિંધુ અને ફાંગજી વચ્ચેઆ બીજી ટક્કર હતી. આ અગાઉ ફાંગજીએ સિંધુને ગયા વર્ષે ચાઈના ઓપનમાં પણ હરાવી હતી. કિદાંબી શ્રીકાંતે પુરુષ સિંગલ્સમાં બીજા રાઉન્ડમાં હોંગકોંગના વોંગ વિંગ વિન્સેટને 21-15, 21-14થી હરાવ્યો હતો. તેણે આ મેચ માત્ર 36 મિનિટમાં જીતી હતી. ક્વાર્ટર ફાઈનલમાં શ્રીકાંતની ટક્કર દ.કોરિયાના લી. ડોંગ કેઉન સાથે થશે.