ઇજાગ્રસ્ત શ્રીલંકન પ્લેયર મેથ્યુઝને બાંગ્લાદેશના પ્રવાસમાંથી પડતો મુકાયો

ઇજાગ્રસ્ત શ્રીલંકન પ્લેયર મેથ્યુઝને બાંગ્લાદેશના પ્રવાસમાંથી પડતો મુકાયો

શ્રીલંકાની વન-ડે ટીમનો કપ્તાન એન્જેલો મેથ્યુઝે હેમસ્ટ્રિંગ (પગના સ્નાયુ ખેંચાઇ) ઇજાના કારણે બાંગ્લાદેશના પ્રવાસમાંથી બહાર થઇ ગયો છે. ગયા મહિને બાંગ્લાદેશ ખાતે શ્રીલંકાએ જીતેલી ત્રિકોણીય શ્રેણી દરમિયાન મેથ્યુઝને ઇજા થઇ હતી. મેથ્યુઝ બાંગ્લાદેશ સામેની બીજી તથા અંતિમ ટેસ્ટ ઉપરાંત બે ટ્વેન્ટી20 મેચ પણ રમી શકશે નહી. 30 વર્ષીય મેથ્યુઝની તાજેતરમાં જ 2019ના વર્લ્ડ કપ સુધી શ્રીલંકાના વન-ડે સુકાની તરીકે નિમણુક કરવામાં આવી હતી.