રોડ એક્સિડેન્ટમાં પગ ગુમાવનાર ભારતની માનસી જોશીએ થાઈલેન્ડમાં પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી

રોડ એક્સિડેન્ટમાં પગ ગુમાવનાર ભારતની માનસી જોશીએ થાઈલેન્ડમાં પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી

29 વર્ષની માનસી જોશીએ રોડ એક્સિડેન્ટમાં એક પગ ગુમાવ્યા બાદ પણ હિમ્મત ન હારી. તેણે થાઈલેન્ડ પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ 2018માં બ્રોન્ઝ મેડલ જીતીને બધાનું દિલ જીતી લીધું. હવે તેનો ગોલ ઇન્ડોનેશિયામાં યોજાનાર પેરા એશિયાઈ રમતોમાં મેડલ જીતવાનો છે. મુંબઈમાં જન્મેલી આ ખેલાડી પાછલા એક મહિનાથી પી ગોપીચંદ એકેડમીમાં ટ્રેનિંગ લઇ રહી છે. તેણી જાકાર્તામાં ઓક્ટોબરમાં યોજાનારા પેરા એશિયાઈ રમતોમાં સારું પ્રદર્શન કરવાની આશા રાખે છે. માનસીએ ડિસેમ્બર 2011માં રોડ એક્સિડેન્ટમાં એક પગ ગુમાવ્યો હતો પણ તેમ છતાં તેણીએ રમવાનું શરુ રાખ્યું હતુ