આજથી લોર્ડ્ઝમાં ભારત-ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટ

આજથી લોર્ડ્ઝમાં ભારત-ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટ

ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્ઝના ઐતિહાસિક સ્ટેડિયમમાં આવતીકાલથી શરૂ થઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની બીજી ટેસ્ટમાં ભારતને શ્રેણીમાં જીતનું ખાતું ખોલાવવાની આશા છે. પ્રથમ ટેસ્ટની હાર બાદ ભારત પર પ્લેઈંગ ઈલેવનમાં વધુ એક બેટ્સમેન સમાવવાનું દબાણ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ધવન કે લોકેશના સ્થાને પુજારાને તક આપે તેવી શક્યતા છે. જ્યારે ઈંગ્લેન્ડના સુકાં વાતાવરણને જોતાં અશ્વિનની સાથે જાડેજા કે કુલદીપ યાદવ જેવા બીજા સ્પિનરને પણ ટીમમાં તક અપાય તેવી શક્યતા છે. લોર્ડ્ઝમાં ભારતીય સમય પ્રમાણે આવતીકાલે બપોરે ૩.૩૦થી શ્રેણીની બીજી ટેસ્ટ મેચ શરૂ થશે.