ઇમરાન તાહિર ત્રીજી વખત નસ્લભેદીનો કોમેન્ટનો શિકાર બન્યો

ઇમરાન તાહિર ત્રીજી વખત નસ્લભેદીનો કોમેન્ટનો શિકાર બન્યો

જોહાનિસબર્ગ: પાકિસ્તાની મૂળનો દક્ષિણ આફ્રિકી લેગ સ્પિનર ઇમરાન તાહિર ફરી એક વખત નસ્લભેદીનો કોમેન્ટનો શિકાર બન્યો છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકા(સીએસએ)એ સોમવારે આ વાતની પૃષ્ટી કરી હતી. સીએસએએ તાહિરના હવાલાથી કહ્યું છે કે લેગ સ્પિનર બોલરને ભારત સામે અહીં શનિવારે રમાયેલી ચોથી વન-ડે મેચ દરમિયાન નસ્લભેદી ટિપ્પણીનો શિકાર થવું પડ્યું હતું. મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલા દર્શકે તાહિર પર આવી કોમેન્ટ કરી હતી. તાહિરે આ પછી આ ઘટનાની જાણકારી સુરક્ષા અધિકારીઓએ આપી હતી.