ઇમરાન તાહિર ટી20માં સૌથી વધુ વિકેટ લેનાર આફ્રિકન ખેલાડી બન્યો 

ઇમરાન તાહિર ટી20માં સૌથી વધુ વિકેટ લેનાર આફ્રિકન ખેલાડી બન્યો 

દ.આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે શરૂ થયેલી ત્રણ ટી20 સીરિઝ શરૂ થઇ ગઇ છે. જેમાં પહેલી મેચમાં આફ્રિકાએ જીત સાથે શરૂઆત કરી હતી. પહેલી ટી20 મેચમાં ઇમરાન તાહિરની 5 વિકેટ ઝડપી હતી. ઇમરાન તાહિર ટી20માં સૌથી વધુ વિકેટ લેનાર આફ્રિકન ખેલાડી બન્યો છે. દક્ષિણ આફ્રિકાએ 34 રને જીત આપાવી હતી. દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટીંગ કરતા 6 વિકેટના ભોગે 160 રન કર્યા હતા. જવાબમાં ઇમરાન તાહિરના આક્રમણ સામે ઝિમ્બાબ્વે માત્ર 126 રનમાં જ ઓલ આઉટ થઇ ગયું હતું. તાહિર નવા બોલ સાથે બોલિંગ કરવા ઉતર્યો અને તેણે ઝિમ્બાબ્વેની પ્રથમ ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે પોતાના બીજા સ્પેલમાં બે બોલમાં બે વિકેટ ઝડપી હતી.